Group-Photograph of NGAC Family-members, Gozaria.
NGAC Family-members, Gozaria.
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજમાં તા. 29/8/2018 ના રોજ શ્રાવણ માસના પુણ્યકાર્ય સ્વરૂપે કોલેજની તમામ દિકરીઓને ભોજનદાનનું આયોજન કરાયું. જેમાં કોલેજનો સમગ્ર સ્ટાફ તથા અન્ય સંસ્થાઓના આચાર્યાશ્રીઓઉપસ્થિત રહ્યા હતા. આ પાવન પર્વમાં અષ્ટ દશાબ્દી મહોત્સવના કન્વીનરશ્રી, કેમ્પસ નિયામકશ્રી, ભોજનદાતાશ્રીઓ તથા કોલેજના આચાર્યાશ્રી ગાયત્રીબેન બારોટે ઉપસ્થિત રહી દીકરીઓને આશીર્વાદ આપ્યા. સાથે સાથે ભોજનદાતાશ્રીઓના ધર્મકાર્યને બિરદાવી આભાર માન્યો…
“”””””””””””””””””””””””””””””””””””””” તા. 24મી ઓગષ્ટ, 2018 ના રોજ નીમા મહિલા વિનયન મહાવિદ્યાલય (નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ) ગોઝારિયા ગુજરાતી વિભાગ દ્વારા વિશ્વ ગુજરાતી ભાષા દિવસ તથા વીર નર્મદની 185મી જન્મ જયંતીનું દબદાભેર આયોજન કરાયું. આ કાર્યક્રમનો આરંભ યુનિવર્સિટીના ‘ અમે ઉત્તર ગુર્જરવાસી….’ ગીત દ્વારા કરાયો. વિભાગના પ્રા. ડૉ. ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ વર્તમાન સમયમાં ગુજરાતી ભાષાની અગત્યતા અને વિભાગ…
નીમા ગર્લ્સ આર્ટ્સ કોલેજ, ગોઝારિયા દ્વારા તા.23/08/2018 ના રોજ સંસ્કૃત વિભાગ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે “શિવ મહિમા ગાન ” શીર્ષક હેઠળ સેમિનાર યોજાયો. જેમાં કોલેજની વિદ્યાર્થિનીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો. આચાર્યાશ્રી ડો. ગાયત્રીબેન સી. બારોટે જીવ અને શિવની એકતા અંગે તત્વજ્ઞાન સભર માહિતી આપી.
તા.18/8/2018 ના રોજ નીમા ગર્લ્સ આર્ટસ કોલેજ, ગોઝારિયા ના એન.એસ.એસ તથા સી.બી.સી.એસ એકમો દ્વારા આનુવંશિક રોગ થેલેસેમિયા બાબતે જાગૃતિ ફેલાય તે માટે ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી ના નિલેશભાઇ ભારતીય નું વ્યાખ્યાન યોજાયું, જેમાં તમામ વિદ્યાર્થિનીઓ તથા સ્ટાફે રસપૂર્વક ભાગ લીધો હતો.
Cleanliness Campaign was arranged during August 01 to 15, 2018 in Nima Girls Arts College, Gozaria. During the entire fortnight certain field-related constructive programmes such as a rally across the village, village-cleaning, campus cleaning were carried out. among the class-room related programmes are included the essay competition, elocution competition and painting competition on the relevant…
આજ રોજ યોજાયેલા 72 મા સ્વાતંત્ર્યપર્વની ઉજવણી દરમ્યાન પટેલ ક્રિશ,પટેલ રોશની ,જોશીઆયુષ,પટેલ હર્ષ,પટેલ જાહનવી દ્વારા ફૂલ નહિ તો ફૂલની પાંખડી સ્વરૂપે પોતાની પાસે જમા થયેલ બચત – ઈનામની રકમ શ્રી ગોઝારીયા કેળવણી મંડળ દ્વારા યોજાઈ રહેલ અષ્ટદશાબ્દિ મહોત્સવમાં આપવાની જાહેરાત કરી. સૌ ને ખૂબ ખૂબ અભિનંદન.
ગોઝારિયા કૉલેજમાં પીતાંબર પટેલના જન્મ-શતાબ્દિનું આયોજન ================= તા. 10મી ઓગસ્ટ 2018 ના રોજ શ્રી ગોઝારિયા કેળવણી મંડળ, ગોઝારિયા અષ્ટ દશાબ્દિ મહોત્સવના ઉપક્રમે નીમા ગર્લ્સ આર્ટસ કૉલેજ, ગોઝારિયા અને ગુજરાતી વિભાગ દ્વારા સાહિત્ય સર્જક પીતાંબર પટેલના જન્મ શતાબ્દિ નિમિત્તે લેખન-કૌશલ્યનું આયોજન કરાયું. આ કાર્યક્રમમાં ગુજરાતી વિભાગના પ્રોફે. ડૉ. રાજેન્દ્રસિંહ વાઘેલાએ સર્જકની સાહિત્ય પ્રતિભા અને ડૉ. ધર્મેન્દ્રસિંહ…
नीमा गर्ल्स आर्ट्स कोलेज, गोझारिया द्वारा प्रेमचंद जयंती के उपलक्ष्य में ३० जुलाई, २०१८ के रोज ‘कथाकार प्रेमचंद’ विषय पर सेमिनार का आयोजन किया गया । इस सेमिनार में हिंदी छात्राओं ने प्रेमचंद के जीवन, व्यक्तित्व एवं कृतित्व से संबंधित विविध विषयों पर प्रपत्र का पठन किया । विभागाध्यक्ष डॉ. सोमाभाई पटेल ने प्रेमचंद की…